✤ સ્થાન :- ઉ. અ. ૨૨° - ૩૭ʼ અને પૂ. રે. ૭૩° - ૭ʼ ઉપર આવેલ છે.
✤ વસ્તી :- ૨૦૦૦૦ (આશરે)
✤ વિસ્તાર :- ક્ષેત્રફળ ૨૪૧૦૭૧૯ ચો. મીટર (આશરે)
✤ રેલ્વે સ્ટેશન :- આણંદ - ગોધરા રેલ્વે લાઈન ઉપર
ગામ થી દક્ષિણે લગભગ પાંચ કિલોમીટર દૂર રેલ્વે ની સગવડ સાથે જોડાયેલ છે.
જ્યાં સુધી કોઈ ઐતિહાસિક સત્ય તવારીખ ન મળે ત્યાં સુધી મારી ઉત્પતિ ક્યારે થઈ તે કહેવું અધરું છે.પરંતુ ઓડ નામકરણ પાછળ પુરાણી લૌકિક દંતકથાઓ જોડાયેલી છે.
પુરાતન કાળમાં વણઝારાઓનું વૈભવરૂપ પ્રણવપુરી નામે એક મોટુ નગર હતું. એકવાર પ્રણવપુરી નગરી નો રાજા હાથી પર સવાર થઈ નગર ચર્યા કરવા નીકળેલ ત્યારે એણે નગર
ની ભાગોળે મલાવ તળાવ નું ખોદકામ કરતા વણઝારા ની ઓડ જાતિ ના લોકોને જોયાં. તેમનાં કદાવર શરીર, મજબૂત હૂષ્ટ પૂષ્ટ અંગઉપાંગ અને એમની મહેનત એ બધા
તરફ રાજાનું ધ્યાન ગયું. તેમાં એક ઓડ પાસે મોટો પાવડો હતો.જેમાં સવામણ માટી સમાતી હશે. તે ઓડ પાવડા નો ધા જમીન માં મારી એ સવામણ જેટલી માટી ત્યાં
ઉભા ઉભા કિનારે ધા કરતો હતો ત્યારે સહેજ પણ માટી વચ્ચે પડતી નહીં. આ જોઈ રાજાએ તેને કહ્યુ કે મને પાર કરી માટી ને બીજી તરફ નાખવાની અને મારી ઉપર એકપણ
રજ પડવી જોઈએ નહીં. જો તે આ રીતે કરશે તો તેને જે માંગે તે ઈનામ આપવામાં આવશે. તે ઓડે રાજાના કહ્યા મુજબ માટી હાથી પર બેઠેલા રાજા ઉપર એક પણ રજ
પડ્યા વગર ઉછાળી ને બીજી તરફ નાખી. રાજા ઓડ મજૂર ની આ આવડત જોઈ ખુશ થઈ ગયા અને તેને તેનું ઈનામ માંગવા કહ્યુ. ત્યારે તે ઓડે માલમિલ્કત કે રોકડ પુરસ્કાર
ન લેતાં તેણે રાજાને કહ્યુ કે જો તમે ઈનામ આપવા માંગતા જ હોવ તો આ નગર ને અમારી જાતિ ના નામે ઓળખ આપો ત્યાર થી રાજાએ ' ઓડ' નામકરણ કર્યું .
બીજી કિવંદતી એવી છેકે ઓડ ગામ નું મૂળ નામ પ્રણવપુર હતું. પ્રણવ નો અર્થ ૐ થાય છે. આ ૐ માંથી ' ઓડ ' શબ્દ નો ઉદૄભવ થયો. ગામ જયારે વસ્યું ત્યારે વિદ્વાન
બાહ્મણો ની વસ્તી ધણી હતી. દરેક ખડકીઓ ના મેડા ઉપર બહાર થી અભ્યાસ કરવા આવતા શિષ્યો રહેતા. આ શિષ્યો ને સંસ્કૃત અને જ્યોતિષ નું જ્ઞાન આપવામાં આવતું હતું.
તે સમયે શ્રી ગોડ બ્રાહ્મણ, ગોસાઈ લોકો ના ચાર મઠ હતા.
વિક્રમ સંવત ૫૫૫ માં સવણદાસ કુળ ના ગામ સેવાસી (વડોદરા નજીક) માં આવી વસ્યા , ત્યારબાદ વિક્રમ સંવત ૧૨૨૪ માં લાલદાસ ના બે દિકરા (૧) મેધજી અને (૨) જેસંગજી ગામ
સેવાસી થી આવી ને ગામ ઓડ માં વસવાટ કર્યો.
ગામ ઓડ માં પહેલા ઈજારો બ્રાહ્મણો નો હતો. પછી મેધજી અને જેસંગજી પટેલે લીધો ત્યારે મેધજી પટેલ નું મોટું અડધ અને જેસંગજી પટેલનું નાનું અડધ કહેવાયું. જેમનો વસ્તાર પાંચ ખડકીઓ
માં વહેંચાયેલ છે.
(૧) વીરજીકાકા ની ખડકી , (૨) રતનજી ની ખડકી
---------------
(૧) સોલાભાઈ ની ખડકી (૨) બાવાજી ની ખડકી (૩) નરેરભાઈ ની ખડકી
ગામ ની મુખ્ય વસ્તી પાટીદાર ની છે. તે સિવાય ગરાસિયા, શ્રીગોડ, વણિકો, મુસ્લિમ, ખ્રિસ્તીઓ વગેરે લોકોની વસ્તી છે.
✤ તળાવ - વાવ :-
ગામ ની પૂર્વ માં મલાવ, પશ્ચિમે વડુ અને ઉત્તરે બીજાસર તળાવ છે. તેમજ વણઝારા ઓએ આશરે ૧૮૦૦ ની સાલ માં વાવ
નું નિર્માણ કરેલ તે છે.
✤ વારીગૃહ :-
સમગ્ર ગુજરાત માં ઓડ ગામના અતિગહન કૂવાઓમાં થઈ પાણી કાઢતી પનિહારીઓને પડતી મુશ્કેલીઓ નિહાળી દીકરી દેતાં પણ અન્ય ગામ નાં વડીલો હિચકિચાટ
અનુભવતાં હતા. આ મુશ્કેલી દૂર કરી કાયમી ઉકેલ ગામ ના તત્કાલીન સરપંચશ્રી મરઘાભાઈ કિશાભાઈ પટેલે ' વારીગૃહ ' નું નિર્માણ કરી ઓડ ઉમરેઠ ના ઉડાં કૂવા .......
કહેવત ને ખોટી પાડી.
✤ ધર્મશાળા :-
ગામ માં બે ધર્મશાળાઓ છે. એક જૂની છે અને બીજી ' નરસિંહ ભુવન ' તરીકે જાણીતી છે. તે ૧૯૩૦ માં સત્યાગ્રહ ની ચળવળ વખતે ઓડ ગામ સત્યાગ્રહીઓ માટે
એક કેન્દ્ર નું સ્થાન હતું તે દરમ્યાન નાર ના શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પટેલ પોલીસ દમન નો ભોગ બની શહીદ થયા તેમની સ્મૃતિ માં આ ધર્મશાળા બનાવેલ.
✤ કેળવણી :-
શિક્ષણ ની ભૂખ આજે જોવા મળે છે. તેટલી જે જમાનામાં ન હતી,એ જમાનામાં આ ગામના દીર્ઘ દૃષ્ટિ વાળા વડીલોએ ' ઓડ કેળવણી મંડળ ' તેમજ ' શ્રી ઓડ એજ્યુકેશન
સોસાયટી ' ની સ્થાપના કરી હતી. આજે આ મંડળો જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ નું સંચાલન કરે છે. સાથે સાથે ગામ ના નાગરિકો વર્તમાન પ્રવાહ થી માહિતગાર રહે અને એમના વાંચન
ની ભૂખ સંતોષાય એ દ્રષ્ટિ એ ગામ ની મધ્ય માં આવેલ શ્રી મંગળદાસ લક્ષ્મીદાસ પટેલ સાર્વજનિક પુસ્તકાલય નું પણ સંચાલન કરે છે.
✤ વેપાર - ઉધોગ :-
ગામ નો મુખ્ય ઉધોગ ખેતી છે. ખેતીમાં મુખ્ય તમાકુ ની ખેતી વધારે કરવામાં આવે છે. તે ઉપરાંત બાગાયત માં લીંબુ, કેળ, પપૈયા, બટાટા,મગફળી, શાકભાજી વગેરે થાય છે.
ગામમાં મગફળી નું ' ખરીદ કેન્દ્ર ' પણ છે.
' સેવા સહકારી મંડળી ' દ્વારા ગ્રામજનો ને ધીરાણ ની સગવડ મળી રહે છે. તે ઉપરાંત તેલ, સીમેન્ટ વગેરે નું વેચાણ કરે છે.
ગામ માં આણંદ અમૂલ ડેરી સંલગ્ન ડેરી ઉદ્યોગ પણ સારા પ્રમાણ માં વિકાસ પામ્યો છે.
✤ આરોગ્ય સગવડ :-
શેઠ શ્રી ભીખાભાઈ જીવાભાઈ પટેલ ધર્માદા દવાખાનું અને સૌ. કંકુબા ભીખાભાઈ પ્રસૃતિગૃહ આવેલ છે.તે ઉપરાંત ખાનગી દવાખાના પણ છે.
આપણા દેશની બિનસાંપ્રદાયિક, સર્વધર્મ સમભાવ અને ભાઈચારા ની ઉમદા ભાવનાઓના ધ્યોતક હિન્દુ , જૈન, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ ના મંદિરો, દેરાસરો,ચર્ચ અને મસ્જિદો વગેરે આધ્યાત્મિક સંસ્થાઓ આવેલી છે.
✤ ઓડ કેળવણી મંડળ, ઓડ દ્વારા સંચાલિત સંસ્થાઓ :-
(૧) સરદાર પટેલ વિનય મંદિર
( પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક)
(૨) શ્રી પ્રમુખ સ્વામી ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ
(૩) શાંતાબેન બાબુભાઈ પટેલ પ્રાથમિક શાળા
(૪) કાશીભાઈ જીવાભાઈ પટેલ બાલમંદિર
(૫) શેઠ શ્રી મંગળદાસ લક્ષ્મીદાસ પટેલ સાર્વજનિક પુસ્તકાલય
✤ શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત સંસ્થાઓ :-
(૧) દેવજીભાઈ મૂળજીભાઈ પટેલ આર્ટ્સ કોલેજ
(૨) શનાભાઈ શંકરભાઈ પટેલ કોમર્સ કોલેજ
(૩) કાશીભાઈ ગોકળભાઈ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન
(૪) સ્વ. રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ
(૫) પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ
(૬) શંકરભાઈ દાજીભાઈ પટેલ કન્યા છાત્રાલય
(૭) કમળાબેન ભાઈલાલભાઈ પટેલ લાઈબ્રેરી
(૮) સ્વ. ઉમેદભાઈ મૂળજીભાઈ પટેલ કોમ્પ્યુટર સેન્ટર
(૯) શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી શીત શબ ધર